વર્ષ 2020 થી એક્રેડિટેશન કાર્ડ માટેની અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
જે પત્રકારમિત્રો હાલ એક્રેડિટેશન ધરાવતા હશે, તેઓ પણ પ્રથમ વખત ઓનલાઇન અરજી કરશે, ત્યારે તેઓ નવા અરજદાર જ ગણાશે.
આમ છતાં, હાલ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારમિત્રો તેમના વર્તમાન એક્રેડિટેશન કાર્ડ નંબર થી લોગ ઇન કરશે, તો તેઓ અત્યાર સુધી જે રીતે રિન્યૂઅલ માટે અરજી કરતાં આવ્યા છે, એ જ મુજબના દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકશે.
દા.ત. જો આપ વર્ષ-2020ના નવા કાર્ડ માટે અરજી કરો છો, તો આપે હાલના એટલે કે, વર્ષ-2019નાએક્રેડિટેશન કાર્ડ નંબરથી લોગ ઇન કરવું.
જોકે, વર્ષ-2019 નું એક્રેડિટેશન કાર્ડ ધરાવતાં પત્રકારમિત્રો તેમનો પાસપોર્ટ સાઇઝ ફોટો, વર્તમાન એક્રેડિટેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જન્મતારીખનો પુરાવો, પાન કાર્ડ જેવા વ્યક્તિગત દસ્તાવેજો ફરીથી અપલોડ કરે એ ઇચ્છનીય છે, જેથી તેમની વિગતો નવી વ્યવસ્થા મુજબની ડેટા બૅન્કમાં ઉમેરાઈ શકે.
આ સાથે નવી ફોર્મેટ મુજબના સીએ સર્ટિફિકેટની ઓપન ફાઇલનો નમૂનો પણ આપેલો છે. જે આપ ડાઉનલોડ કરી, તેમાં માગેલી વિગતો ભર્યા બાદ આપની અરજીમાં એટેચમેન્ટ્સના પેજ પર ફરીથી અપલોડ કરી શકશો.
પરંતુ, સીએ સર્ટિફિકેટમાં દર્શાવેલી તમામ વિગતો હાલની વ્યવસ્થા મુજબ જ કમ્યૂટરાઇઝ્ડ ફોર્મેટમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સહી-સિક્કા અને મેમ્બરશિપ નંબર સાથે અચૂક ભરેલી હોવી જરૂરી છે.
ખાસ:-એકથી વધુ આવૃત્તિ ધરાવતા એવા દૈનિકો, કે જેમના વાર્ષિક સીએ સર્ટિફિકેટ અથવા ભલામણપત્ર સીધા જ વડી કચેરીએ જમા કરાવવામાં આવે છે, તેવા પત્રકારમિત્રો/પ્રતિનિધિઓએ આ દસ્તાવેજો અલગથી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.